Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Bhabhar's EVMs opened and the 'swarup' of BJP's defeat changed to victory

ભાભરના EVM ખુલ્યા અને ભાજપની હારનું ‘સ્વરૂપ’ જીતમાં બદલાયું, જુઓ શું હતો વાવનો ખેલ

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ભાભરના EVM ખુલ્યા અને ભાજપની હારનું ‘સ્વરૂપ’ જીતમાં બદલાયું, જુઓ શું હતો વાવનો ખેલ

વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ. પરંતુ આજે શનિવારે મતગણતરીના છેલ્લા ત્રણથી ચાર રાઉન્ડ ભાજપ-કોંગ્રેસ માટે શ્વાસ અદ્ધર કરી દે તેવા રહ્યા હતા. છેલ્લી ત્રણ ઓવરમાં જાણે કે રનનો ટારગેટ પૂરો કરવાનો હોય અને મેચમાં રસાકસી સર્જાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી 15થી 16માં રાઉન્ડ સુધી એવું જ લાગતું હતું કે, કોંગ્રેસ બાજી મારી જશે. પરંતુ 16માં રાઉન્ડથી બાજી પલટાવાની શરૂઆત થઈ ગઈ. ભાભરના EVMની ગણતરી શરૂ થતાં જ ભાજપના કાર્યકરોના જીવમાં જીવ આવ્યો. અંતે પરિણામનું સ્વરૂપ બદલાયું અને ભાજપની કિસ્મત પણ ખૂલી.

App Store

આ પણ વાંચો: 'વાવ'ના પાણી શરૂઆતથી જ કોંગ્રેસ માટે ઊંડા, સ્વરૂપજીની જીત પાછળ માવજીભાઈનો મોટો

રસાકસીભર્યા છેલ્લા પાંચ રાઉન્ડ

વાવ બેઠકની પેટા ચૂંટણીના પરિણામના 16માં રાઉન્ડ પહેલા કોંગ્રેસ 14000 જેટલાં મતોની લીડથી આગળ હતી. પરંતુ જ્યારે ભાજપના મત વિસ્તારોના ઈવીએમ ખુલવા લાગ્યા તો ભાજપને જીતની આશા દેખાવા લાગી. બીજી તરફ, કોંગ્રેસની લીડ ઘટતી ગઈ. અંતિમ તબક્કાના રાઉન્ડની ગણતરીની જો વાત કરીએ તો, 20માં રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 3569 હતી. જ્યારે 21માં રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 370 થઈ હતી, તો 22માં રાઉન્ડમાં ભાજપને 1099થી લીડ મળી અને 23માં રાઉન્ડમાં 2353 મત અને 24માં રાઉન્ડમાં 2436 લીડ સાથે ભાજપના ઉમેદવારની જીત થઈ હતી.

વાવ બેઠકની પેટા ચૂંટણીના 20માં રાઉન્ડના અંતે ભાજપને 4641 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 2528 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 3569 મતથી કોંગ્રેસ આગળ હતું. 

વાવ પેટા ચૂંટણી: ભાભરના EVMની સાથે ભાજપની કિસ્મત પણ ખૂલી, પરિણામનું 'સ્વરૂપ' બદલાયું 2 - image

21મો રાઉન્ડ પૂર્ણ થતા, કોંગ્રેસને 83558 મત, ભાજપને 83188 મત અને અપક્ષના માવજી પટેલને 25752 મત મળ્યા હતા. ભાજપ 370 મતથી પાછળ રહ્યું હતું. 

આ પણ વાંચો: વાવમાં મામેરું ના ફળ્યું! જુઓ કોંગ્રેસની હાર પર સાંસદ ગેનીબેન ઠાકોર શું બોલ્યા

વાવ પેટા ચૂંટણી: ભાભરના EVMની સાથે ભાજપની કિસ્મત પણ ખૂલી, પરિણામનું 'સ્વરૂપ' બદલાયું 3 - image

22માં રાઉન્ડથી બાજી પલટાવાની શરૂઆત થઈ હતી. જેમાં 22માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 4616 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 3147 અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલને 1115 મત મળ્યાં હતા. આમ આ રાઉન્ડથી ભાજપ કોંગ્રેસ કરતાં 1099 મતથી આગળ નીકળ્યું હતું. 

વાવ પેટા ચૂંટણી: ભાભરના EVMની સાથે ભાજપની કિસ્મત પણ ખૂલી, પરિણામનું 'સ્વરૂપ' બદલાયું 4 - image

જ્યારે 23માં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 91755 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89402 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27173 મત મળ્યા હતા.

આ પણ વાંચો: વાવમાં ગેનીબેનનો ગઢ તૂટ્યો : ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહની 2567 મતે હાર

વાવ પેટા ચૂંટણી: ભાભરના EVMની સાથે ભાજપની કિસ્મત પણ ખૂલી, પરિણામનું 'સ્વરૂપ' બદલાયું 5 - image

વાવ પેટા ચૂંટણી: ભાભરના EVMની સાથે ભાજપની કિસ્મત પણ ખૂલી, પરિણામનું 'સ્વરૂપ' બદલાયું 6 - image