મુખ્ય સામગ્રી પર જાઓ

Video: માળિયા હાટીનાના લાડુડી ગીર ગામમાં કમોસમી વરસાદ

સોર્સ: gstv

ગીર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. માળિયા હાટીના તાલુકાના લાડુડી ગીર ગામમાં અચાનક જ વરસાદી માહોલ જામ્યો હતો.બપોરે ચાર વાગ્યાની આસપાસ શરૂ થયેલા આ વરસાદે પોણાથી એક ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ખુલ્લા પડેલા પાથરા અને મગફળીનો પાક પલળી ગયો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી બાજુ, માળિયા હાટીના પંથકમાં પણ બપોર પછી આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ સમાચાર શેર કરો