Video: ભરૂચ કોંગ્રેસમાં ફોટો પડાવવા મુદ્દે કોંગ્રેસના બે આગેવાનો બાખડ્યા, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જ્યાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબહેન તડવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વચ્ચે વિવાદ સર્જાયો છે. દક્ષિણ ઝોનના પ્રભારીની હાજરીમાં યોજાયેલી બેઠક બાદ પ્રદેશ આગેવાન સાથે ફોટો પડાવવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વકરતાં જ્યોતિબહેન તડવીએ સલીમ અમદાવાદી વિરુદ્ધ ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે. અરજીમાં ગાળો બોલવા અને ધમકી આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જ્યોતિબહેને ચૂંટણી દરમિયાન સોદાબાજી થઈ હોવાના પણ આક્ષેપ કર્યા છે.






