હાડકાં મજબૂત કરવા ખાઓ આ સ્વાદિષ્ટ મીઠાઇ, કેલ્શિયમની ઉણપ થશે દૂર

ઉંમર વધવાની સાથે હાડકાં નબળાં પડવા લાગે છે, તેથી આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જેનાથી શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી મળી શકે. ડૉક્ટરે કેટલાક એવા મીઠા ખોરાક વિશે જણાવ્યું, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત થશે.
મખાનાની ખીર: જો તમે તમારા હાડકાંને મજબૂત બનાવવા માંગતા હોવ તો તમારા આહારમાં મખાનાનો ચોક્કસ સમાવેશ કરો. મખાના કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે જે હાડકાં અને સાંધાના દુખાવાને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તમે મખાનાનું સેવન ખીરના સ્વરૂપમાં કરી શકો છો. દૂધ અને મખાનાનું મિશ્રણ શરીરમાં કેલ્શિયમની માત્રાને વધુ વધારે છે.
રાજગરાની ખીર: રાજગરો પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેમાં કેલ્શિયમની સાથે આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા સૂક્ષ્મ પોષકતત્ત્વો (માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ) પણ હોય છે. આ પોષકતત્ત્વો હાડકાની ઘનતા (બોન ડેન્સિટી) સુધારવામાં મદદ કરે છે.
ગુંદર અને બદામના લાડુ: તમારા હાડકાંને મજબૂત બનાવવા અને સાંધાનો દુખાવો ઓછો કરવા માટે આહારમાં ગુંદર અને બદામના લાડુનો સમાવેશ કરો. ડૉક્ટરના મતે, ગુંદર અને બદામમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. બસ આ વાતનું ધ્યાન રાખો કે એકસાથે વધારે ન ખાઓ.
તલ-ગોળની ચિક્કી: તલ પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે તમારા સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે. ડૉક્ટર સલાહ આપે છે કે તલ-ગોળ બનાવવા માટે ગોળનો ઓછો ઉપયોગ કરીને તમે તેનું સેવન કરી શકો છો.








