VIDEO: પાણીના સંપમાંથી હાડકાં મળતાં ખળભળાટ
કાલોલના દિવાનવાડી વિસ્તારમાં નગરપાલિકાના પાણીના સંપની સફાઈ દરમિયાન પશુના હાડકાં અને હાડપિંજર મળી આવતા ભાર

કાલોલના દિવાનવાડી વિસ્તારમાં નગરપાલિકાના પાણીના સંપની સફાઈ દરમિયાન પશુના હાડકાં અને હાડપિંજર મળી આવતા ભારે ખળભળાટ મચ્યો છે. આશરે દોઢ વર્ષ બાદ સંપની સફાઈ કરાતા એક ટ્રેક્ટર જેટલો કચરો પણ બહાર કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સંપમાંથી કાલોલ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી નગરજનોમાં રોષ જોવા મળ્યો છે. સંપનો સ્લેબ લાંબા સમયથી ભગ્ન હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો થયા છે. પશુનું હાડપિંજર સંપમાં કેવી રીતે પહોંચ્યું તે અંગે નગરપાલિકા પાસે સ્પષ્ટ જવાબ ન હોવાથી નગરજનોએ ઉગ્ર રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી અને સ્વચ્છ પાણીની માંગ કરી છે.




