ઓલટાઇમ હાઈથી ₹2.67 લાખ સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર અને નવેમ્બરની શરૂઆતમાં કિંમતી ધાતુઓના ભાવમાં થયેલા મોટા ઘટાડા બાદ ગયા સપ્તાહે વાયદા બજારથી લઈને ઘરેલુ બુલિયન માર્કેટ સુધી બંને ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાયો હતો. જોકે, ચાંદીના ભાવમાં તેજી જોવા મળવા છતાં તે તેના ઓલટાઇમ હાઈથી રૂ. 2.67 લાખ પ્રતિ કિલો સસ્તી મળી રહી છે.
ચાંદીના ભાવમાં તેજી, છતાં ઓલટાઇમ હાઈથી રૂ. 2.67 લાખ સસ્તી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીના વાયદાના ભાવમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી હતી. ચાંદી રૂ. 1,52,843 પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી.જોકે, ચાંદીના ભાવ હજુ પણ તેના 29 જાન્યુઆરીના ઓલટાઇમ હાઈથી ઘણા નીચે છે. ચાંદીનો ઐતિહાસિક ઊંચો ભાવ રૂ. 4,20,048 પ્રતિ કિલો રહ્યો હતો. હાલના બંધ ભાવની સરખામણીમાં ચાંદી તેના ઓલટાઇમ હાઈથી રૂ. 2,67,205 પ્રતિ કિલો સસ્તી છે. ઘરેલુ બુલિયન માર્કેટમાં પણ ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાયો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ભાવ મુજબ, ચાર ટ્રેડિંગ દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂ. 1,52,528 પ્રતિ કિલોથી વધીને રૂ. 1,54,300 પ્રતિ કિલે પહોંચ્યો હતો.
સોનાના ભાવમાં પણ ફેરફાર
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ગયા સપ્તાહે MCX અને ઘરેલુ માર્કેટમાં ફેરફાર જોવા મળ્યો હતો. MCX પર 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળું 10 ગ્રામ 24 કેરેટ સોનું રૂ. 1,25,350 પર બંધ થયું હતું. સોનાના ભાવમાં તેજી જોવા મળી હોવા છતાં તે તેના વાયદા બજારના ઐતિહાસિક ઊંચા ભાવ રૂ. 1.93 લાખથી હજુ લગભગ રૂ. 68,000 પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.
IBJAના ઘરેલુ બુલિયIBJA દ્વારા જાહેર કરવામાં આવતા સોના અને ચાંદીના ભાવ દેશભરમાં બુલિયનના બેન્ચમાર્ક ભાવ તરીકે ઉપયોગમાં લેવાય છે. જોકે, જ્વેલરી ખરીદતી વખતે ગ્રાહકોએ 3 ટકા GST ઉપરાંત મેકિંગ ચાર્જ પણ ચૂકવવો પડે છે. મેકિંગ ચાર્જ અલગ-અલગ શહેરો અને જ્વેલર્સ પ્રમાણે બદલાઈ શકે છે, જેના કારણે દાગીનાની અંતિમ કિંમત બુલિયનના ભાવ કરતાં વધારે થાય છે. ન કે માર્કેટના ભાવ મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ચાર ટ્રેડિંગ દિવસ દરમિયાન રૂ. 1,23,893થી વધીને રૂ. 1,26,299 પ્રતિ 10 ગ્રામ થયો હતો.




