Video: 1980 પછી સોનાનો ભાવમાં સૌથી મોટો ઘટાડો

સોર્સ: gstv

વર્ષ 1980 પછી એટલે 46 વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો જોવાયો છે. ધ કોબેઈસી લેટરના ડેટામાં પણ સોનાના ઘટાડા અંગે એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે સોનું વધારે પડતુ સસ્તુ થઈ ગયુ છે. સોનાનો ભાવ પોતાના 200 દિવસના મૂવિંગ એવરેજથી 20% નીચે ટ્રેડ કરી રહ્યો છે, જે જૂન 2013 પછીનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. આનો અર્થ એ છે કે સોનામાં 13 વર્ષનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે. બીજી તરફ, આ જાન્યુઆરીમાં સોનાનો ભાવ પોતાના પીક લેવલ પર હતો અને તે 200-દિવસના મૂવિંગ એવરેજથી 45% ઉપર હતો, જે 1970 પછીનું સૌથી મોટું સ્તર હતું. જોકે, ત્યારબાદ સતત ઘટાડો જોવા મળ્યો છે અને સોનું પોતાના હાઈ લેવલથી 37 ટકા ઘટી ગયું છે.

બુધવારે સોના-ચાંદીમાં થોડી તેજી દેખાઈ હતી. સોનાના ભાવ પર નજર કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ અત્યારે 1 લાખ 23 હજાર પર ચાલી રહ્યો છે.  જ્યારે ચાંદીનો ભાવ 1 લાખ 46 હજાર 730 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. સોનું જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી સતત ઘટ્યું છે અને પોતાના ઉચ્ચ સ્તરથી 72 હજાર રૂપિયા સુધી સસ્તું થઈ ગયું છે.જાન્યુઆરી 2026માં સોનાનો ભાવ 1 લાખ 94 હજાર રૂપિયા હતો. 1980 પછી 12 મહિનાના સમયગાળામાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. બુલિયન નિષ્ણાંતોનું માનવુ છે કે સોનું કદાચ જ ક્યારેય આટલી ઝડપથી ઘટ્યું નથી. આ સ્થિતિ દર્શાવે છે કે સોનું પોતાના ઇતિહાસના સૌથી મોટા ઘટાડાઓમાંથી પસાર થઈ રહ્યુ છે.

જાહેરાત

વર્ષ 1980ના દાયકા પછી સોનામાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો. 1980ની શરૂઆતમાં 12 મહિનાના ગાળામાં સૌથી મોટો ઘટાડો આવ્યો હતો. જોકે આ વર્ષે 12 મહિનાના સમયગાળામાં આ સોનાનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. વર્ષ 2008ની નાણાકીય કટોકટી દરમિયાન પણ સોનાના ભાવ પોતાના 200-દિવસના મૂવિંગ એવરેજથી 20% નીચે આવી ગયા હતા. જોકે, અત્યાર સુધીનો આવો સૌથી મોટો ઘટાડો 1981માં નોંધાયો હતો, જે 27% હતો.  હવે આગળ જતાં બજારની દિશા ડિસેમ્બરમાં યોજાનારી FOMC બેઠક અને અમેરિકાના મહત્વના આર્થિક આંકડાઓ પર નિર્ભર રહેશે, જે વ્યાજ દરોની અપેક્ષાઓ અને ડોલરની ચાલને પ્રભાવિત કરી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત