વાયદા બજારમાં મોટો ઉછાળો, ચાંદી ₹6,292 ઉછળી ફરી ₹1.50 લાખ પાર

વાયદા બજારમાં મોટો ઉછાળો, ચાંદી ₹6,292 ઉછળી ફરી ₹1.50 લાખ પાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સ્થાનિક વાયદા બજાર (MCX) માં છેલ્લાં ઘણા દિવસથી સોના-ચાંદીમાં જોવા મળી રહેલા કડાકા બાદ ગુરુવાર અને શુક્રવારે કિંમતી ધાતુઓમાં ધમાકેદાર રિકવરી જોવા મળી છે. તીવ્ર વેચવાલી બાદ બુલિયન માર્કેટમાં નીચલા સ્તરેથી ફરી ભારે ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.

સોનામાં 2,515 રૂપિયાનો મોટો ઉછાળો

જાહેરાત

સોનાના ભાવમાં ગઈકાલના બંધ સેશનથી લઈને આજના હાઈ સ્તર વચ્ચે બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો છે:

ગઈકાલનો બંધ ભાવ: 122,272 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

આજનો ઓપન ભાવ: 124,300 રૂપિયા

આજનો હાઈ સ્તર: 124,787 રૂપિયા

આજનો નીચલો સ્તર: 123,779 રૂપિયા

ગઈકાલના બંધ ભાવ અને આજના સર્વોચ્ચ હાઈ સ્તરની તુલના કરીએ તો સોનું 2,515 રૂપિયા ઉછળ્યું છે.

ચાંદી ફરી 1.50 લાખની સપાટી પાર, 6,292 રૂપિયા મોંઘી

ચાંદીના ભાવમાં પણ મોટો રિકવરી જોવા મળી છે અને ચાંદીએ ફરી એકવાર 1.50 લાખ રૂપિયાની સાયકોલોજીકલ સપાટી કૂદાવી દીધી છે:

ગઈકાલનો બંધ ભાવ: 145,843 રૂપિયા પ્રતિ કિલો

આજનો ઓપન ભાવ: 151,676 રૂપિયા

આજનો હાઈ સ્તર: 152,135 રૂપિયા

આજનો નીચલો સ્તર: 151,201 રૂપિયા

ગઈકાલના બંધ ભાવ સામે આજના હાઈ સ્તરની તુલનામાં ચાંદી 6,292 રૂપિયા મોંઘી થઈ છે.

સોના-ચાંદીમાં અચાનક તેજી આવવાના 3 મુખ્ય કારણો

કિંમતી ધાતુઓમાં અચાનક આવેલી આ તેજી પાછળ મુખ્ય ત્રણ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે:

વેલ્યુ બાઈંગ (Value Buying): અગાઉના સત્રોમાં સોનું-ચાંદી મલ્ટિ-મંથ લો (અનેક મહિનાના નીચલા સ્તરે) પહોંચી જતાં રોકાણકારો માટે નીચા ભાવે ખરીદી કરવાનો સોનેરી મોકો બન્યો હતો, જેથી બજારમાં જોરદાર લેવાલી નીકળી હતી.

મિડલ ઈસ્ટમાં ભૂરાજકીય તણાવ : મધ્ય પૂર્વ (Middle East) માં વધતા રાજકીય અને સૈન્ય તણાવના કારણે સુરક્ષિત રોકાણ (Safe-haven asset) તરીકે સોના-ચાંદીની માંગમાં વૈશ્વિક સ્તરે ફરી વધારો થયો છે.

સ્થાનિક બજારનું દબાણ: ભારતના સ્થાનિક બજારમાં નીચા ભાવનો લાભ લેવા માટે જ્વેલર્સ અને ગ્રાહકો તરફથી ખરીદીનું ભારે દબાણ જોવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત