Video: સોનાના ભાવમાં મોટો ઘટાડો, એકસાથે ખરીદી કરવાને બદલે તબક્કાવાર સોનું ખરીદવાની નિષ્ણાતોની સલાહ

છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં અંદાજે 22 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાતાં સોનું ખરીદવા ઇચ્છતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. લગ્નની સિઝન પહેલાં ભાવ ઘટતાં ગ્રાહકોને રાહત મળી છે, પરંતુ હવે સોનું ખરીદવું કે હજુ રાહ જોવી તે અંગે મૂંઝવણ છે. નિષ્ણાતોના મતે એકસાથે સંપૂર્ણ ખરીદી કરવાને બદલે ધીમે-ધીમે સોનું ખરીદવું વધુ યોગ્ય રહેશે. અમેરિકામાં મોંઘવારી અને ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેની અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. માર્કેટ એક્સપર્ટના મતે એમસીએક્સ પર 1 લાખ 17 હજાર 900 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સપોર્ટ લેવલ મહત્ત્વપૂર્ણ છે અને ભાવ એક લાખ રૂપિયાથી નીચે જવાની શક્યતા ઓછી છે. લગ્નપ્રસંગ કે ભવિષ્યની જરૂરિયાત માટે સોનું ખરીદવા ઇચ્છતા લોકો હાલના ઘટાડાનો લાભ લઈને તબક્કાવાર ખરીદી શરૂ કરી શકે છે.
જાહેરાત








