ડિસેમ્બર 2026માં બેંકોમાં રજાઓની ભરમાર: અલગ-અલગ ઝોનમાં કુલ 17 દિવસ બેંક રહેશે બંધ, જાણો તારીખો

વર્ષ 2026નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં જો તમારે બેંક શાખામાં જઈને કોઈ મહત્ત્વનું કામ પતાવવાનું હોય તો અગાઉથી આયોજન કરી લેવું જરૂરી છે. ડિસેમ્બર દરમિયાન દેશનાં અલગ-અલગ રાજ્યો અને ઝોનમાં કુલ 17 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં તહેવારો, સ્થાનિક પ્રસંગો અને સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમ મુજબ, દર રવિવારે બેંકોમાં રજા હોય છે. આ ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંક શાખાઓ બંધ રહે છે.
ડિસેમ્બર 2026માં કઈ તારીખે બેંકો બંધ રહેશે?
-
1 ડિસેમ્બર: સ્ટેટ ઇનોગ્યુરેશન ડેના કારણે ઇટાનગર અને કોહિમા ઝોનમાં બેંકો બંધ રહેશે.
-
3 ડિસેમ્બર: સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પર્વ નિમિત્તે પણજી ઝોનમાં રજા રહેશે.
-
6 ડિસેમ્બર: રવિવાર હોવાથી દેશભરમાં સાપ્તાહિક રજા.
-
9, 10 અને 11 ડિસેમ્બર: લોસૂંગ/નામસૂંગ તહેવારને કારણે ગંગટોક ઝોનમાં બેંકો બંધ રહેશે.
-
12 ડિસેમ્બર: પા ટોગન નેંગમિંજા સંગમાની પુણ્યતિથિ નિમિત્તે શિલોંગ ઝોનમાં રજા રહેશે. આ દિવસે મહિનાનો બીજો શનિવાર પણ છે.
-
13 ડિસેમ્બર: રવિવારની સાપ્તાહિક રજા.
-
18 ડિસેમ્બર: યુ સોસો થામની પુણ્યતિથિ નિમિત્તે શિલોંગમાં બેંકો બંધ રહેશે.
-
19 ડિસેમ્બર: ગોવા મુક્તિ દિવસ નિમિત્તે પણજી ઝોનમાં રજા રહેશે.
-
20 ડિસેમ્બર: રવિવારની રજા.
-
24 ડિસેમ્બર: ક્રિસમસ ઇવ નિમિત્તે આઇઝોલ, કોહિમા અને શિલોંગ ઝોનમાં બેંકો બંધ રહેશે.
-
25 ડિસેમ્બર: ક્રિસમસના તહેવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
-
26 ડિસેમ્બર: મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક રજા.
-
27 ડિસેમ્બર: રવિવારની સાપ્તાહિક રજા.
-
30 ડિસેમ્બર: યુ કિયાંગ નાંગબાહની પુણ્યતિથિ નિમિત્તે શિલોંગ ઝોનમાં બેંકો બંધ રહેશે.
-
31 ડિસેમ્બર: નવા વર્ષની પૂર્વસંધ્યાએ આઇઝોલમાં બેંકો બંધ રહેશે.
બેંકમાં જતાં પહેલાં રજાનું કેલેન્ડર તપાસો
ડિસેમ્બરમાં જાહેર કરાયેલી તમામ રજાઓ દેશભરમાં લાગુ પડતી નથી. કેટલીક રજાઓ ચોક્કસ રાજ્ય કે બેંકિંગ ઝોન પૂરતી મર્યાદિત છે. તેથી ગ્રાહકોએ બેંક શાખાની મુલાકાત લેતાં પહેલાં પોતાના વિસ્તારની રજાઓનું કેલેન્ડર તપાસવું જોઈએ. નોંધનીય છે કે બેંક શાખાઓ બંધ હોવા છતાં સામાન્ય રીતે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહે છે.










