Video: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી ફરી શરૂ થશે, 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભા મળશે

સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી ફરી શરૂ થવા જઈ રહી છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ ગુરુવારે માહિતી આપી હતી કે સરકારે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિને બંને ગૃહોની બેઠક ફરી બોલાવવા વિનંતી કરી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી ચોમાસુ સત્રનો જ ભાગ રહેશે અને તેને નવું સત્ર માનવામાં આવશે નહીં. આ અંતર્ગત લોકસભાની બેઠક સોમવાર, 30 નવેમ્બર 2026ના રોજ અને રાજ્યસભાની બેઠક બુધવાર, 2 ડિસેમ્બર 2026ના રોજ મળશે. જરૂરી સરકારી કામકાજ પૂર્ણ કરવાના હેતુથી બોલાવાયેલી બંને ગૃહોની આ કાર્યવાહી 3 ડિસેમ્બર સુધી ચાલી શકે છે.
જાહેરાત











