Video: તિરુપતિ બાલાજીને અજ્ઞાત ભક્તનું 121 કિલો સોનાનું દાન, 160 કરોડના આભૂષણો અર્પણ, ઈતિહાસમાં સૌથી મોટું દાન

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન શ્રી વેંકટેશ્વરને એક ભક્તે 121 કિલોગ્રામ સોનાના આભૂષણો અર્પણ કર્યા છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે ટીટીડી દ્વારા આ દાનની પુષ્ટિ કરવામાં આવી છે અને આ આભૂષણોને રંગનાયકુલ મંડપમમાં પ્રદર્શિત કરવાની વ્યવસ્થા કરાઈ છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં દાતા દ્વારા આ આભૂષણો ટીટીડીના કાર્યકારી અધિકારીને સોંપવામાં આવ્યા હતા. ભગવાન શ્રી વેંકટેશ્વરને માથાથી પગ સુધી શણગારવા માટે ખાસ તૈયાર કરાયેલા આ દાનમાં 9 સેટમાં વહેંચાયેલા કુલ 45 આભૂષણો સામેલ છે, જેની અંદાજિત કિંમત 150થી 160 કરોડ રૂપિયાની આસપાસ છે મંદિરના ઈતિહાસમાં કોઈ એક શ્રદ્ધાળુ દ્વારા આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું વ્યક્તિગત દાન માનવામાં આવે છે,

આ સમાચાર શેર કરો

જાહેરાત