Video: સમાજવાદી પાર્ટીના PDA પ્રણપત્રમાં યુવાનો અને ખેડૂતો માટે મોટી જાહેરાતો

ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વર્ષ 2027ની ચૂંટણી માટે પીડીએનું પ્રણપત્ર એટલે કે જન મન કા મેનિફેસ્ટો 2027 જાહેર કર્યું છે. આ ઘોષણાપત્રમાં પાંચ વર્ષમાં 25 લાખ સરકારી નોકરીઓ અને બે થી ત્રણ કરોડ યુવાનોને અન્ય ક્ષેત્રોમાં રોજગાર આપવાનું વચન આપવામાં આવ્યું છે. અને બેરોજગાર સ્નાતકોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને MSPની કાયદાકીય ગેરંટી, મફત સારવાર, મોંઘવારી પર નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થામાં સુધારાની વાત પણ કરવામાં આવી છે. પેપર લીક રોકવા કડક વ્યવસ્થા, ભરતી માટે વાર્ષિક કેલેન્ડર અને બેરોજગાર સ્નાતકોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું ભથ્થું આપવાનું વચન અપાયું છે.
જાહેરાત














