Video: યુપીમાં સમાજવાદી પાર્ટી 26 નવેમ્બરે ચૂંટણી ઢંઢેરો કરશે જાહેર, મહિલાઓને વાર્ષિક 40 હજાર સહિત મોટા વચનો

ઉત્તર પ્રદેશની સત્તામાં પરત ફરવાના પ્રયાસોમાં લાગેલી સમાજવાદી પાર્ટી પીડીએ સમીકરણને મજબૂત કરવા ચૂંટણી ઢંઢેરો લાવી રહી છે. પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સંવિધાન દિવસ નિમિત્તે 'સત્તાઈસ કા સંકલ્પ પીડીએ કા પ્રણ-પત્ર' નામથી મેનિફેસ્ટો જાહેર કરશે. 'જન-મન કા મેનિફેસ્ટો'માં મહિલાઓને 'સ્ત્રી સમૃદ્ધિ સન્માન યોજના' હેઠળ વાર્ષિક 40 હજાર રૂપિયા આપવા, મફત વીજળી, શેરડીના ખેડૂતોને 24 કલાકમાં ચૂકવણી, આઉટસોર્સિંગ બંધ કરી નિયમિત નોકરી અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા જેવા બે ડઝનથી વધુ વચનો સામેલ થવાની શક્યતા છે. પાર્ટી દરેક જિલ્લા માટે અલગ મેનિફેસ્ટો પણ તૈયાર કરી રહી છે. મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને કર્મચારીઓને સાધીને સપા 2027ની ચૂંટણી માટે મજબૂત રણનીતિ ઘડી રહી છે.
જાહેરાત














