Video: પંજાબના અમૃતસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુવર્ણ મંદિરે ગુરુઘરમાં કર્યા દર્શન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સુવર્ણ મંદિરમાં શીશ ઝુકાવી ગુરુઘરની પવિત્ર ધરતી પર દર્શન અને નમન કર્યા હતા. આ દરમિયાન શીખ પરંપરા મુજબ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા. મંદિર પરિસરમાં તેમની સાથે સુરક્ષાકર્મીઓ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત















