Video: કેરળના કોચી કિનારે નૌકાદળ અને કસ્ટમ્સની સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ

સોર્સ: gstv

કેરળના કોચી દરિયાકાંઠે દ્વિવાર્ષિક કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઈઝ સી વિજિલની પાંચમી આવૃત્તિ હેઠળ નૌકાદળ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા સંયુક્ત મોક ડ્રીલ યોજવામાં આવી છે. અગાઉ એન્ટી-હાઈજેક કવાયત દરમિયાન દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ હિસ્સેદારો વચ્ચે સંકલન અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કવાયત બે તબક્કામાં આયોજિત કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કો 11થી 17 નવેમ્બર દરમિયાન પૂર્ણ થયો હતો, જ્યારે 25 અને 26 નવેમ્બરના રોજ બીજો તબક્કો એટલે કે ટેક્ટિકલ ફેઝ પ્રગતિમાં છે. દરિયાઈ સરહદોની સુરક્ષા, સંભવિત જોખમો સામે સજ્જતા અને સંબંધિત એજન્સીઓ વચ્ચે તાલમેલ મજબૂત બનાવવાના હેતુથી આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બનશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત