Video: સત્ય સાઈ બાબાની 101મી જન્મજયંતિ: ઉજવણીમાં સહભાગી થવા કેરળના CM વી.ડી. સતીશન પુટ્ટપર્થી પહોંચ્યા

કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની 101મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપવા માટે આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાઈ જિલ્લામાં સ્થિત પુટ્ટપર્થી પહોંચ્યા છે. પુટ્ટપર્થી એરપોર્ટ પર મુખ્યમંત્રી વી.ડી. સતીશનના આગમન સમયના ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સ્થાનિક વહીવટીતંત્ર અને આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રશાંતિ નિલયમ ખાતે આયોજિત 101મી જન્મજયંતિના મુખ્ય સમારોહમાં રથોત્સવ અને વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સત્ય સાઈ બાબાની જન્મજયંતિ નિમિત્તે પુટ્ટપર્થી ખાતે આવનારા વી.ડી. સતીશન કેરળના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે.
જાહેરાત











