Video: "અજિત પવારના વિમાન સાથે શું થયું તેનું સત્ય બહાર આવવું જોઈએ..." – સુપ્રિયા સુલેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ!

સોર્સ: gstv

અજિત પવારના વિમાન સંબંધિત ઘટનાની તપાસને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે. NCP (શરદચંદ્ર પવાર) ના નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણે ખાતે મીડિયા સાથે વાતચીત કરતા આ સમગ્ર મામલે તપાસ ઝડપી બનાવવા અને સત્ય બહાર લાવવાની માંગ કરી છે.

સુપ્રિયા સુલેએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પુણેમાં હાજર હતા અને તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીને આ મામલે રિપોર્ટ મંગાવવા અને સમગ્ર તપાસ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વિનંતી કરી છે." આ ઘટના પાછળનું સાચું કારણ સામે આવવું જોઈએ તેવો આગ્રહ રાખતા સુપ્રિયા સુલેએ વધુમાં ઉમેર્યું હતું કે, "અમને આશા છે કે આ મામલે યોગ્ય ન્યાય મળશે અને અજિત પવારજીના વિમાન સાથે ખરેખર શું બન્યું હતું તેનું સત્ય લોકોની સામે આવશે."

જાહેરાત

સુપ્રિયા સુલેના આ નિવેદન બાદ હવે આ પ્રકરણની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને રિપોર્ટ ક્યારે સામે આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત