Video: ONGC કૂવામાં ગેસ લીકેજ

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લામાં ONGCના ગેસ કૂવામાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગેડ્ડાડા ગામ નજીક NH-216 પાસે આવેલા ONGCના કૂવામાંથી ગેસ લીકેજ થયું હોવાની માહિતી મળી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગેસ લીકેજની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઘટનાને પગલે સલામતી અને સાવચેતીના પગલાં મહત્વપૂર્ણ બન્યા છે. ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત