Video: ભોપાલમાં ડિમોલિશન ડ્રાઈવ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ઐશબાગ વિસ્તારમાં 600 જનતા ક્વાર્ટર્સમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ક્વાર્ટર્સ ખાલી કરાવ્યા બાદ તોડફોડની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ડિમોલિશન ડ્રાઈવને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરાયા છે. તંત્રની ટીમોની હાજરીમાં ડિમોલિશનની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
જાહેરાત













