ભોપાલમાં હચમચાવતી ઘટના: પત્ની, બે બાળકો અને માતાની હત્યા બાદ પિતાએ પણ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા

ભોપાલમાં હચમચાવતી ઘટના: પત્ની, બે બાળકો અને માતાની હત્યા બાદ પિતાએ પણ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા
તસવીર: AI
આ સમાચાર સાંભળો

મધ્યપ્રદેશના ભોપાલની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પરિવારના જ ચાર સભ્યોની હત્યા કર્યા બાદ પરિવારના મોભીએ ખુદ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘરમાંથી 4 સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા.

જ્યારે પરિવારનો મોભી એટલે કે નરેન્દ્ર સાહૂનો મૃતદેહ સુખી સેવનિયા વિસ્તારના ચોપરા કલાં સ્થિત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે નરેન્દ્ર સાહૂ (35) એ તેના બે બાળકો, પોતાની પત્ની અને વૃદ્ધ માતાની હત્યા કર્યા બાદ ટ્રેન સામે પડતું મૂક્યું હતું. મૃતકોની ઓળખ નરેન્દ્ર સાહૂની માતા સરસ્વતી સાહૂ (50), પત્ની સોમલતા સાહૂ (29), દીકરી કૃતિ સાહૂ (10) અને દીકરો ખુશ સાહૂ
(6) તરીકે થઇ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત