મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: એક જ પરિવારના 12 સભ્યોને ફૂડ પોઈઝનિંગ , 30 દુકાનોની તપાસ, 57 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

સોર્સ: gstv

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામે એક જ પરિવારના 12 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. રાધનપુરમાં ફૂડ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમે મીઠાઈની દુકાનો, ખાણી-પીણીની લારીઓ અને સ્ટોલ સહિત 30 જેટલાં સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 57 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે વેપારીઓ પાસેથી 27 હજાર રૂપિયાનો દંડ વસૂલાયો હતો. પકોડીમાં વપરાતો કૃત્રિમ કલરવાળો મસાલો, શંકાસ્પદ પાણી, હાનિકારક કલરવાળા ચાઇનીઝ સ્નેક્સ અને સડેલી ખાદ્ય સામગ્રી મળી આવતાં તેનો નાશ કરાયો હતો. તપાસમાં એક્સપાયરી ડેટ વટાવી ગયેલી પેકિંગવાળી ખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. ખાદ્ય પદાર્થોના પેકિંગ અને પીરસવા માટે છાપાનો ઉપયોગ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે,

આ સમાચાર શેર કરો