Video: બાવળાના કેસરડી નજીક ગંભીર અકસ્માત: યુવકના મોત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ૩ ડમ્પર સળગાવ્યા

ડમ્પરની ટક્કરથી બાઈકસવાર યુવકના મોતથી રોષે ભરાયેલા ગ્રામજનોએ કેરાળા-નળ સરોવર રોડ પર ચક્કાજામ કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ખનીજ ભરેલા ૩ ડમ્પરોને સળગાવી મૂક્યા હતા અને અન્ય ૩ ડમ્પરોમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ધોળકા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યારે ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેરકાયદે ખનનની આશંકા વચ્ચે ખાણ-ખનીજ વિભાગની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી અને પોલીસે હાલ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.







