Video: અમદાવાદમાં ડ્રેનેજ સંબંધિત દુર્ઘટનાઓ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં

અમદાવાદના સોલા અને નારોલ વિસ્તારમાં ડ્રેનેજ સંબંધિત દુર્ઘટનાઓ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. બંને ઘટનાઓમાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસીને દોષિત જણાશે તો કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. સોલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાને લઈને કમિટીએ જણાવ્યું કે, કર્મચારીઓએ સુરક્ષા માટે દોરડું બાંધ્યું હોત તો દુર્ઘટના ટાળી શકાઈ હોત. હવે તપાસના આધારે બંને મામલે કોની બેદરકારી હતી તે નક્કી કરવામાં આવશે. જોકે, અગાઉની વિવિધ ઘટનાઓમાં તપાસ બાદ પણ નક્કર કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો વચ્ચે આ વખતે ખરેખર જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ તે સવાલ ઊભો થયો છે.







