મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાની નરસિંહજીની પોળમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી ચકચાર

સોર્સ: gstv

વડોદરાના એમ.જી. રોડ પર દલા પટેલની પોળમાં આવેલી નરસિંહજીની પોળમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટના સામે આવી છે. માતા આરતીબેન સોની, પુત્ર નીલકંઠ સોની અને પુત્રી જેનીબેન સોનીના મોતથી વિસ્તારમાં ચકચાર મચી છે. પરિવારના મોભી ચેતન સોનીનું બે વર્ષ પહેલાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ પુત્ર નીલકંઠ કેનેડાથી પરત આવ્યો હતો, જ્યારે પુત્રી જેની આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. જોકે, પરિવારના ત્રણેય સભ્યોનાં મોત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર શેર કરો