મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત

સોર્સ: gstv

વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી દલા પટેલની પોળમાં એક જ પરિવારના માતા, પુત્ર અને પુત્રીનાં મોતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. બુધવારે સાંજે ઘરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવતાં પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતકોમાં આરતીબેન સોની, તેમના પુત્ર નીલકંઠ સોની અને પુત્રી જેનીબેન સોનીનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી પોલીસને ત્રણેયની હસ્તલિખિત ચિઠ્ઠીઓ મળી આવી છે, જેમાં આર્થિક સંકડામણ અને મકાનના સોદા સહિતની બાબતોનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. મકાનના સોદા પેટે મળનારા 33 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી દેવું ચૂકવવાની વાતનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી છે. પોલીસે ચિઠ્ઠીઓ કબજે કરી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો