મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કેવડિયામાં એકતા પરેડ પૂર્વે રિહર્સલ શરૂ

સોર્સ: gstv

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયા ખાતે યોજાનારી ભવ્ય 'એકતા પરેડ' પૂર્વે તડામાર તૈયારીઓ અને રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યા છે. આગામી ૩૧ ઓક્ટોબરે યોજાનારા આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે દેશભરમાંથી આવેલી વિવિધ સુરક્ષા દળો અને પોલીસની ટુકડીઓ દ્વારા આકર્ષક કૂચ અને પરેડનું રિહર્સલ કરાયુ છે.. સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યક્રમના સ્થળે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ વ્યવસ્થાઓને સુચારૂ બનાવવા માટે અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે. વડાપ્રધાન સહિતના દેશના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને કેવડિયા ખાતે તહેવાર જેવો ઉત્સાહ અને ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો