મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડાપ્રધાનના પ્રવાસ પહેલાં અધિકારીઓ એક્શન મોડમાં, કેન્દ્રીય કૃષિ સચિવે લીધી ઊઁઝા એપીએમસીની મુલાકાત

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા પ્રવાસ પૂર્વે કેન્દ્ર અને રાજ્ય સરકારનું ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ એક્શન મોડમાં આવી ગયું છે. ભારત સરકારના કૃષિ સચિવ આતિશ ચંદ્રા અને અધિક સચિવ રાહુલ સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઊંઝા APMCની ખાસ મુલાકાત લીધી હતી. આ બેઠકમાં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડાયરેક્ટર કપિલ મીના, મહેસાણા DDO હર્ષલ મીના અને રાજ્યના બાગાયત નિયામક એચ.એમ. ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા ખેડૂતો, વેપારના આંકડા અને નિકાસ પ્રક્રિયા અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. ઇસબગુલ સહિતના મસાલા પાકોના વેપારમાં સુધારો લાવવા અને ખેડૂતોને સીધો આર્થિક લાભ પહોંચાડવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ઊંઝા APMCની ઉત્કૃષ્ટ કાર્યપ્રણાલી અને વિશાળ વેપાર ક્ષમતાથી કેન્દ્રીય ટીમ અત્યંત પ્રભાવિત થઈ હતી..

આ સમાચાર શેર કરો