મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડિંડોલી અને નવાગામમાં નકલી ડોક્ટરો સામે કાર્યવાહી

સોર્સ: gstv

સુરતના ડિંડોલી અને નવાગામ વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નવ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેર SOG અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અગાઉ ડમી દર્દી મોકલી તપાસ કરવામાં આવી હતી અને ખાતરી બાદ અલગ-અલગ ક્લિનિકમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં કેટલાક શખ્સો ધોરણ 12 પાસ અથવા સામાન્ય અભ્યાસ ધરાવતા હોવા છતાં કોઈ માન્ય તબીબી ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આ શખ્સો અગાઉ કમ્પાઉન્ડર અથવા નર્સ તરીકે કામ કરી ચૂક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને મેડિકલ સાધનો સહિત કુલ 95,138 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નવેય આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો