Video: ભોપાલમાં ત્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે પૂર્વ જિલ્લા ન્યાયાધીશ અને સાસુ ગિરિબાલા સિંહની જામીન અરજી ફગાવી દીધી

સોર્સ: gstv

CBI દ્વારા નોંધવામાં આવેલા આ કેસમાં જસ્ટિસ અજય કુમાર નિરંકારીની કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે મૃતકના મોબાઈલ ફોનમાંથી ડેટા મેળવવાની પ્રક્રિયા તેમજ DVR અને સીસીટીવી ફૂટેજના ફોરેન્સિક રિપોર્ટ્સ હજુ મળવાના બાકી છે. આ ડિજિટલ પુરાવાથી કેસના મહત્વના રહસ્યો ખુલી શકે છે. વળી, ઘટના બાદ અરજદારે કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓનો સંપર્ક કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે. વોટ્સએપ વાતચીત, સીસીટીવી ફૂટેજ અને આરોપીઓના શંકાસ્પદ વર્તનને ધ્યાનમાં રાખીને કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસમાં હજુ ઊંડાણપૂર્વક તપાસ અને ટ્રાયલ જરૂરી છે, જેથી આ તબક્કે આરોપીને જામીન આપી શકાય નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત