Video: જગદલપુરમાં ભાજપની જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિપક્ષ પર નિશાન સાધ્યું

છત્તીસગઢના જગદલપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી 'લોકશાહી બચાવો, અરાજકતા હટાવો' જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિપક્ષ પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો દેશમાં અરાજકતાનો માહોલ ઉભો કરીને લોકશાહી ઢાંચાને નુકસાન પહોંચાડવાનું અને સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ દેશના વિકાસ અને સુરક્ષા માટે કેન્દ્ર સરકારની નીતિઓની પ્રશંસા કરતાં કાર્યકરોને જનજન સુધી સત્ય પહોંચાડવાનું આહ્વાન કર્યું હતું. આ વિરાટ સભામાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત






