મુખ્ય સામગ્રી પર જાઓ

હિમાલયમાં ખતરો વધ્યો, ભારતીયો સહિત ત્રણ લાખ લોકોના જીવને છે જોખમ

હિમાલયમાં ખતરો વધ્યો, ભારતીયો સહિત ત્રણ લાખ લોકોના જીવને છે જોખમ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

હિમાલયના ક્ષેત્રોમાં નિર્માણ કાર્ય બહુ જ ઝડપથી વધી રહ્યું છે. જેને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે જેનું પરિણામ પણ માનવીએ જ ભોગવવું પડી શકે છે અને ભારે તારાજી સર્જી શકે છે. એક નવા આંતરરાષ્ટ્રીય સંશોધન મુજબ આ ઑંધળા વિકાસ અને આડેધડ બાંધકામોને કારણે ત્રણ લાખ લોકો પર મોતનો ખતરો મંડરાઇ રહ્યો છે.
સાઇન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ ઉત્તરી નેપાળ, દક્ષિણ-પૂર્વી તિબેટ તેમજ ભારતના ઉત્તરાખંડના સંવેદનશીલ વિસ્તારોમાં વર્ષ ૨૦૧૬થી ૨૦૨૩ વચ્ચે જોખમવાળા ક્ષેત્રોમાં નિર્માણ ૪૫ ટકા વધી ગયું છે. જ્યારે ગ્લેશિયર તળાવો ફાટવાનો ખતરો છે તેવા વિસ્તારોમાં નિર્માણની ગતી ૭૮ ટકા નોંધવામાં આવી છે. બ્રિટન, નેપાળ તેમજ ભારતના મળીને કુલ નવ શોધકર્તાઓના એક સમૂહ દ્વારા હિમાલયી નદીઓના વહેણ ક્ષેત્રમાં નદીથી ૫૦ કિલોમીટર સુધીના વિસ્તારોમાં લગભગ ૧૩૬૦ ગ્લેશિયર તળાવો આસપાસ તૈયાર બાંધકામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.


આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે નિયમોને બાજુમાં રાખીને હોટેલ, રિસોર્ટ, રિયલ એસ્ટેટ અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે પ્રાકૃતિક હોનારતની હદમાં રહેતા લોકોની વાસ્તવિક સંખ્યા આશરે ત્રણ લાખથી વધુ છે જેમના પર જીવનું જોખમ છે. તાજેતરમાં તિબેટ-નેપાળમાં ગ્લેશિયર ફાટવાને કારણે જે હોનારત આવ્યું તેમાં ભારે નુકસાન થયું હતું અને અનેક મકાનો તણાયા હતા. જ્યારે ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ભારતમાં પણ ખતરો રહેલો છે, ઉત્તરાખંડમાં નદીઓના સંવેદનશીલ કિનારા અને પહાડી ઘાટીઓમાં મકાન, હોટેલ તેમજ વ્યાવસાયિક ઇમારતો ઉભી કરી દેવામાં આવી છે. જેમના પર પૂર, ભુસ્ખલન સહિતનો ખતરો રહેલો છે.

આ સમાચાર શેર કરો