બેંક ઓફ બરોડામાં વિવિધ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણોલાયકાત સહિતની વિગતો

બેંકમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજર, મેનેજર અને ચીફ મેનેજરના પદો માટે ભરતીની જાહેરાત કરી છે. સંબંધિત ડિગ્રી ધરાવતા ઉમેદવારો BOB ભરતી 2026 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર, 2026 છે.
વય મર્યાદા
BOBમાં વિવિધ જગ્યાઓ માટે વય મર્યાદા પદ દ્વારા નક્કી કરવામાં આવે છે. લઘુત્તમ ઉંમર અનુક્રમે 24, 27, 28 અને 30 વર્ષ છે, અને મહત્તમ ઉંમર અનુક્રમે 34, 38 અને 40 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે અન્ય જરૂરી લાયકાતોની સાથે માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએશન, માસ્ટર અથવા CA ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં, ઉમેદવારોને સંબંધિત ક્ષેત્રમાં કાર્ય અનુભવ હોવો આવશ્યક છે.
અરજી ફી
અરજી કરવા માટે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. બિન અનામત કેટગરીના ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફી 850 રૂપિયા છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે તે 175 રૂપિયા છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર કારકિર્દી વિભાગમાં વર્તમાન તકો વિભાગ પર ક્લિક કરો.
- બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
- ફોર્મ ભર્યા પછી ફી ચૂકવો અને જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
- છેલ્લે અરજીની પ્રિન્ટ કાઢી લો.








