ISRO ખાતે વિવિધ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો કોણ ભરી શકે છે ફોર્મ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના ભાગ સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHAR ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ અને MTS સહિતની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. ISROમાં કામ કરવાનું સ્વપ્ન જોતા ઉમેદવારો ISROની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર, 2026 છે.
શૈક્ષણિક લાયકાત
વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ડિપ્લોમા અથવા B.Sc. પૂર્ણ કરેલ હોવું જોઈએ. MTS, ડ્રાઇવર અને અન્ય જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારો માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ ઉંમર 25 અને 35 વર્ષ છે, જે પદ પર આધાર રાખે છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ પણ ઉપલબ્ધ રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ આધારે કરવામાં આવશે. પરીક્ષામાં MCQ હશે. લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે પહેલા shar.gov.in અથવા apps.shar.gov.in ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર અરજી કરો લિંક પર ક્લિક કરો અને બધી જરૂરી વિગતો દાખલ કરો.
- લોગિન વિગતો દાખલ કર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ કઢી લો.








