IND vs NZ T20 સિરીઝ ફ્રીમાં કે લાઇવ કેવી રીતે જોવી? જાણો મેચનો ટાઈમ અને તમામ વિગતો

ઘરે વેસ્ટ ઇન્ડિઝ સામે 2-2 થી T20 સિરીઝ ડ્રો થયા પછી હવે કાલથી ટીમ ઇન્ડિયાની અસલી પરીક્ષા શરૂ થવાની છે. 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડનો લાંબો પ્રવાસ છે, જેનો આગાઝ પાંચ મેચની T20 સિરીઝથી થશે. પહેલી મેચની યજમાની માટે ક્રાઈસ્ટચર્ચનું મેદાન તૈયાર છે. ન્યૂઝીલેન્ડની ઉછાળ ભરેલી તેજ પિચ માટે ભારતીય ટીમ જમાવટ કરી રહી છે. તમને જણાવીએ કે ભારતીય સમયાનુસાર પહેલી મેચ કેટલા વાગ્યે શરૂ થશે અને લાઈવ કેવી રીતે જોઈ શકાશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ ગુરુવાર, 22 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલ ખાતે ભારતીય સમયાનુસાર (IST) બપોરે 12:30 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર રાત્રે 8:00 વાગ્યે) શરૂ થશે. તેની લાઈવ સ્ટ્રીમિંગ સોનીલિવ (SonyLIV) પર થશે અને ટીવી પર સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ, મિચેલ સેન્ટનરની આગેવાનીવાળી ન્યૂઝીલેન્ડ ટીમનો સામનો કરશે. ન્યૂઝીલેન્ડની આ ટીમમાં 13 ખેલાડીઓ એ જ છે જે T20 વર્લ્ડ કપ 2026માં ઉપવિજેતા (રનર-અપ) રહેલી ટીમનો હિસ્સો હતા, જ્યાં તે ભારત સામે જ હાર્યા હતા.
ભારત VS ન્યૂઝીલેન્ડ T20I શેડ્યૂલ 2026
| મેચ | તારીખ | જગ્યા | સમય (IST) |
|---|---|---|---|
| પહેલો T20 | 22 ઓક્ટોબર | હેગ્લે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ | બપોરે 12:30 વાગ્યે |
| બીજો T20 | 24 ઓક્ટોબર | હેગ્લે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ | બપોરે 12:30 વાગ્યે |
| ત્રીજો T20 | 27 ઓક્ટોબર | વેલિંગટન | બપોરે 12:30 વાગ્યે |
| ચોથો T20 | 30 ઓક્ટોબર | ઈડન પાર્ક, ઓકલેન્ડ | બપોરે 12:30 વાગ્યે |
| પાંચમો T20 | 1 નવેમ્બર | સેડન પાર્ક, હેમિલ્ટન | બપોરે 12:30 વાગ્યે |
IND vs NZ: હેડ ટુ હેડ
T20I ઇન્ટરનેશનલમા બંને ટીમો અત્યાર સુધી 29 વાર સામ-સામે આવી ચૂકી છે, તેમાંથી ભારતે 14 અને ન્યૂઝીલેન્ડે 13 મેચ જીતી છે, જ્યારે બે મેચ ટાઈ રહી અથવા તેનું કોઈ પરિણામ આવ્યું નથી.
ભારતનું T20 સ્કવોડ: શ્રેયસ અય્યર (કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
ન્યૂઝીલેન્ડનું T20 સ્કવોડ: મિચેલ સેન્ટનર (કપ્તાન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેકોબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, બેવોન જેકબ્સ, કાઇલ જેમિસન, એડમ મિલ્ને, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટીમ સીફર્ટ, નાથન સ્મિથ અને બ્લેયર ટિકનર













