IND vs NZ:વૈભવ સૂર્યવંશીની પ્લેઇંગ 11 માં એન્ટ્રી મુશ્કેલ! કેપ્ટન શ્રેયસ અય્યરે આપ્યું મોટું નિવેદન

22 ઓક્ટોબરથી શરૂ થતી ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ પહેલાં જ ભારતીય કપ્તાન શ્રેયસ અય્યર મીડિયા સાથે વાતચીત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને વૈભવ સૂર્યવંશી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે 15 વર્ષના યુવા બેટ્સમેન પર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રાખ્યો. શ્રેયસ અય્યરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં એટલી સહેલાઈથી જગ્યા મળી શકે નહીં.
કપ્તાન શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની શ્રૃંખલાની પહેલી મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું આ મહત્વપૂર્ણ છે કે સૂર્યવંશી જેવા ટેલેન્ટેડ ખેલાડી ડ્રેસિંગ રૂમમાં હંમેશાં ખુશ રહે. તે ખૂબ યુવાન છે અને તેને આગળ પૂરતી તકો મળશે, એવું નથી કે તેને સીધી પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી જશે, કારણ કે આપણા ઓપનિંગ બેટ્સમેન સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમણે વર્લ્ડ કપ જીત્યો છે.
એશિયન ગેમ્સમાં કરી હતી ઓપનિંગ
એશિયાઈ રમતોમાં સૂર્યવંશીને ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી હતી અને સંજુ સેમસન ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતર્યા હતા. અય્યરે કહ્યું કે સૂર્યવંશીને વિદેશી પરિસ્થિતિઓનો અનુભવ મેળવવાથી ભવિષ્યની સ્પર્ધાઓ માટે વધુ સારી તૈયારી કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું, ‘જ્યારે પણ તે વિદેશની મુસાફરી કરશે ત્યારે તેને આ પ્રકારની વિકેટો પર રમવાનો સારો અંદાજ આવી જશે. એવામાં બીજી વાર જ્યારે તે વિદેશ પ્રવાસે આવશે ત્યારે તે પૂરી રીતે તૈયાર હશે અને તે પહેલી વાર પ્રવાસ કરનાર ખેલાડીઓ સાથે પણ પોતાનો અનુભવ શેર કરી શકે છે.’
21 માંથી આઠ મેચમાં જ મળ્યો વૈભવને મોકો
વૈભવ સૂર્યવંશીને આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ભારતે ત્યારથી જે 21 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, તેમાંથી સૂર્યવંશી માત્ર 8 માં જ ભાગ લીધો છે, કારણ કે નિયમિત ઓપનર અભિષેક અને સેમસન સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ બંનેએ આ વર્ષની શરૂઆતમાં ભારતને T20 વર્લ્ડ કપનું ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતનું T20 સ્કવોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
ન્યૂઝીલેન્ડનું T20 સ્કવોડ: મિચેલ સેન્ટનર (કપ્તાન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેકોબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, બેવોન જેકબ્સ, કાઇલ જેમિસન, એડમ મિલ્ને, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટીમ સીફર્ટ, નાથન સ્મિથ અને બ્લેયર ટિકનર













