Video: રાજસ્થાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ

સોર્સ: gstv

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઝુંઝુનૂના ઉદયપુરવાટીના છાપોલી ગામમાં રસ્તો બનાવી રહેલા 8 મજૂરોના કરંટ લાગવાથી મોત થયા. સાથે જ અનેક લોકો દાઝી ગયા છે. કાંકરી મિક્સ કરવાના કામમાં ઉપયોગમાં લેવાતું એક મશીન ઉપરથી પસાર થઈ રહેલી હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી ગયું. તેના કારણે તેમાં કરંટ દોડી ગયો. ત્યાં કામ કરી રહેલા મજૂરો કરંટની ઝપેટમાં આવી ગયા. મજૂરોના મોત મામલે રાજસ્થાનના સીએમ ભજનલાલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ઘટના બાદ ગ્રામજનોએ ધરણાં શરૂ કરી દીધાં છે. મળતી માહિતી મુજબ, છાપોલીમાં કદમ કુંડ તરફ જતો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રોડા મિક્સ કરવાનું મશીન 11 હજાર વોલ્ટની વીજ લાઇન સાથે અથડાઈ ગયું. મશીન વીજ લાઇનની ઝપેટમાં આવતાં ત્યાં કામ કરી રહેલા મજૂરોને કરંટ લાગ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત