Video: યમુનામાં ઝેરી ફીણ

સોર્સ: gstv

દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે યમુના નદીની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીની સપાટી પર ઝેરી ફીણના જાડા થર જોવા મળ્યા છે. નદીના પાણી પર સફેદ ફીણની ચાદર છવાતાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ સામે આવી છે. યમુનામાં વધતા પ્રદૂષણને કારણે નદીના પાણીની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. નદીમાં ફીણ જોવા મળતાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ચિંતા વધી છે. યમુનાની સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત ફરી ઊભી થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત