મુખ્ય સામગ્રી પર જાઓ

Video: આંધ્રપ્રદેશ: શાળામાં ધોરણ 10ની વિદ્યાર્થીની પર કરવત વડે હુમલો

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રાપ્તાડુ ખાતે એક જિલ્લા પરિષદ શાળામાં સનસનાટીભરી ઘટના સામે આવી છે. શાળામાં ઘૂસીને એક શખ્સે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર મશીન આરી વડે હુમલો કરી દીધો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. શાળામાં સમારકામનું કામ ચાલી રહ્યું હોવાથી શિક્ષકો અને સિક્યુરિટી ગાર્ડે તેને કારીગર સમજીને અંદર જવા દીધો હતો. આ હુમલામાં વિદ્યાર્થીનીની ગરદન, પેટ અને જમણા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી છે. બચાવ કરવા આવેલી અન્ય એક વિદ્યાર્થીની પણ આ હુમલામાં ઈજાગ્રસ્ત થઈ છે. બંને વિદ્યાર્થીનીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી ઘાયલ વિદ્યાર્થીનીનો સગો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો