Video: ગંગા કિનારે દબાણ હટાવાયું

બિહારના પટનામાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગંગા નદીના કિનારે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પટના સિટીના ગંગા ઘાટ વિસ્તારમાં તંત્ર દ્વારા અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે બાંધવામાં આવેલા અનેક ઈંટના ભઠ્ઠાના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસની હાજરી વચ્ચે તંત્ર દ્વારા કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે વહીવટી તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે.
જાહેરાત













