Video: હરિદ્વારથી નેપાળના પશુપતિનાથ મંદિર માટે ૫,૦૦૦ લિટર ગંગાજળ મોકલાયું: ભારત-નેપાળની એકતાનું પ્રતીક

સોર્સ: gstv

આ પવિત્ર ગંગાજળ ગંગોત્રી ધામથી હરિદ્વાર લાવવામાં આવ્યું હતું. ગંગોત્રી ધામના રાવલ શિવ પ્રકાશ મહારાજે જણાવ્યું હતું કે આ ગંગા કળશ યાત્રા ભારત અને નેપાળની એકતા અને અખંડિતતાનું અનન્ય પ્રતીક છે, જે સનાતન ધર્મની શ્રદ્ધા અને પરંપરાઓને મૂર્તિમંત કરે છે. આગામી ૨૩ નવેમ્બરના રોજ વૈકુંઠ ચતુર્દશીના પવિત્ર અવસરે નેપાળના પશુપતિનાથ મંદિર ખાતે ભગવાન શંકરને આ પવિત્ર જળ અર્પણ કરવામાં આવશે. આ વિધિ દરમિયાન સમસ્ત સનાતન પરંપરાના અનુયાયીઓ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત