Video: બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાત અક્વાનના માર્ગમાં ફેરફાર થતાં ઓડિશા અને આંધ્રપ્રદેશમાં એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતી તોફાન 'અક્વાન'એ પોતાનો માર્ગ બદલતાં ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત 20 નવેમ્બરની બપોર સુધીમાં મછલીપટ્ટનમ અને પુરી વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેવી આશંકા છે. આ દરમિયાન પવનની ગતિ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝંઝાવાતી પવનના ઝોકા 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. સંભવિત લેન્ડફોલને ધ્યાનમાં રાખીને ઓડિશાના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચક્રવાતની અસર પુરી સુધી અનુભવાવાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યાં દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાની અને દરિયાની સ્થિતિ ખરાબ રહેવાની આગાહી છે.
જાહેરાત













