રિટેન્શન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સને લાગ્યો મોટો ઝટકો, IPL 2027માંથી બહાર થયો સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ

IPL 2027ના રિટેન્શનને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ટીમો કયા ખેલાડીઓને રિટેન કરશે. દરમિયાન, SRH ફેન્સ માટે કેટલાક ખરાબ સમાચાર આવી રહ્યા છે. તેનો સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ IPLની આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. હેડે સનરાઈઝર્સ હૈદરાબાદને જાણ કરી હતી કે તે તેના વર્કલોડને કારણે આગામી સિઝન માટે ઉપલબ્ધ નહીં રહે.
ટ્રેવિસ હેડ IPL 2027 માંથી બહાર થઈ ગયા
એક અહેવાલ મુજબ, ટ્રેવિસ હેડે IPL 2027માં ન રમવાનો નિર્ણય લીધો છે. તે તેના આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ અને વર્કલોડને કારણે આગામી સિઝનમાં SRHમાંથી નહીં રમી શકે. SRH ફેન્સ માટે આ ખરાબ સમાચાર છે, કારણ કે હેડ તેના પ્રમુખ બેટ્સમેનોમાંથી એક છે. ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ 2027માં તેમના દેશને પ્રાથમિકતા આપશે.
SRHએ IPL 2024માં ટ્રેવિસ હેડને 6.8 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. ત્યારથી હેડની SRH માટે મુખ્ય ખેલાડી બની ગયો છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માને IPL ઈતિહાસમાં સૌથી વિસ્ફોટક ઓપનિંગ જોડીમાંની એક માનવામાં આવે છે. જોકે, ફેન્સ હવે આગામી IPL સિઝનમાં તેમનો કરિશ્મા નહીં જોઈ શકે. ડેવિડ વોર્નર અને શિખર ધવન પછી SRHની બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા છે. તેઓએ 42 મેચોમાં 1,892 રન બનાવ્યા છે, જેમાં છ સદી અને નવ અડધી સદીની પાર્ટનરશિપનો સમાવેશ થાય છે. SRHને ટ્રેવિસ હેડની ખોટ સાલશે.
IPL ઓક્શન વિદેશી ઓપનરની શોધ કરવામાં આવશે
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે વિદેશી ઓપનર્સ હંમેશા સારું પ્રદર્શન કરે છે. ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો અને કેન વિલિયમસને SRH માટે ઓપનર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. હવે ટ્રેવિસ હેડ SRH માટે તે ભૂમિકા ભજવી રહ્યો છે.
IPL2028ના મેગા ઓક્શનને ધ્યાનમાં રાખીને SRH કદાચ હેડને હમણા રિલીઝ નહીં કરે, કારણ કે તેને પછીથી રિટેન કરી શકાય છે. જોકે, જો હેડ ઉપલબ્ધ ન હોય, તો SRHને તેના બેકઅપ તરીકે એક શક્તિશાળી ઓપનરની જરૂર પડશે. ડિસેમ્બરમાં યોજાનારા મિની ઓક્શનમાં તે સંભવિત રીતે એક સારા વિદેશી ઓપનરને ખરીદી શકે છે. જોની બેરસ્ટો, શાઈ હોપ અને ટિમ સાઈફર્ટ સહિત ઘણા વિદેશી ઓપનર્સ ઓક્શન માટે ઉપલબ્ધ રહેશે.








