Video: દેશ પર વધુ એક ચક્રવાતનો ખતરો, 145 કિમીની ઝડપે પવનની આગાહી, 12 રાજ્યોમાં એલર્ટ

દેશ પર વધુ એક ચક્રવાતી તોફાન 'અકવાન'નો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, જે આગામી ૨૦ નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગંભીર સ્વરૂપ ધારણ કરનાર આ વાવાઝોડા દરમિયાન ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે અને દેશનાં ૧૨ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા માત્ર ૨૦ દિવસમાં ત્રીજા વાવાઝોડાના ખતરાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સહિતના પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ઓડિશાના ૮ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરીને અંદાજે ૨ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જાહેરાત













