Video: આંધ્રપ્રદેશમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ લેન્ડફોલ થશે અકવાન વાવાઝોડું

સોર્સ: gstv

વાવાઝોડું અકવાન 19 નવેમ્બર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈને 20 નવેમ્બરે નેલ્લોર અને તુની વચ્ચે આંધ્રપ્રદેશના તટ પર ટકરાઈ શકે છે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 120 થી 130 કિમી પ્રતિ કલાક અને ઝાપટા 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 19 અને 20 નવેમ્બરે આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓમાં 20 થી 30 સેમી સુધી અતિભારે વરસાદ પડી શકે છે, અને દરિયાનું જળસ્તર 1 થી 2 મીટર સુધી ઊંચું ઉઠવાની આશંકા છે. બંગાળની ખાડીમાં સતત સર્જાઈ રહેલી ચક્રવાતી ગતિવિધિઓએ હવામાન વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા થોડા દિવસોમાં 3 ચક્રવાતોનું ઉદભવવું સામાન્ય હોઈ શકે, પરંતુ આ ત્રણેય વાવાઝોડાની ગતિ સતત આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ હોવું અત્યંત દુર્લભ માનવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આની પાછળ અલનીનો અને હિંદ મહાસાગર ડાઈપોલ જેવી વૈશ્વિક હવામાન પ્રણાલીઓની મુખ્ય ભૂમિકા છે. આ અગાઉ 1987 માં પણ અલ-નીનોની સ્થિતિ દરમિયાન આવી જ દુર્લભ પેટર્ન જોવા મળી હતી. અલ નીનોની સ્થિતિમાં બંગાળની ખાડીના દક્ષિણી ભાગ અને નીચા અક્ષાંશો પર ચક્રવાત બનવાની અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય છે, જે મોટાભાગે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત