Video: હોસ્પિટલ બુકિંગના નામે સાયબર છેતરપિંડી

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઈન્દોરમાં હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ બુક કરાવવાના પ્રયાસમાં એક વ્યક્તિ સાથે 7.5 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પ્રયાસ કરી રહેલા વ્યક્તિનો ઠગે વોટ્સએપ મારફતે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એપોઇન્ટમેન્ટ બુક કરાવવાના નામે માત્ર 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહી તેને વિશ્વાસમાં લીધો હતો. આ ટ્રાન્ઝેક્શન બાદ ફરિયાદીના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ 7.5 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. છેતરપિંડીની જાણ થતાં પીડિતે ચંદન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રવક્તા રાજેશ દંડોતિયાએ આ મામલે માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત