Video: ધોલપુર જિલ્લાના રાજાખેડા પંચાયત સમિતિ વિસ્તારમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભારે હોબાળો

રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રાજાખેડા પંચાયત સમિતિ વિસ્તારમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભારે હોબાળો થયો હતો. એક ઉમેદવાર માત્ર ત્રણ મતના અંતરથી હારી જતાં તેના સમર્થકોમાં રોષ ફેલાયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ અને પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રએ સ્થિતિ સંભાળવા કાર્યવાહી હાથ ધરી હતી
જાહેરાત













