Video: યુપી ચૂંટણી ૨૦૨૭: સોનિયાના પુસ્તક વિમોચનમાં ગાંધી-યાદવ પરિવારની મુલાકાતથી નવા સમીકરણો

સોર્સ: gstv

વર્ષ 2027માં યોજાનાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. તાજેતરમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરીંગને લઈને   યોજાનાર પ્રથમ ઔપચારિક બેઠક ભલે અનિવાર્ય કારણોસર ટળી ગઈ હોય, પરંતુ રાજધાની દિલ્હીમાં થયેલી કેટલીક ખાસ મુલાકાતોએ બંને પક્ષો વચ્ચેના સંભવિત ગઠબંધનના ભવિષ્યને સ્પષ્ટ કરી દીધું છે. નવી દિલ્હીમાં  સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ના વિમોચન કાર્યક્રમમાં   સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ગાંધી પરિવાર અને યાદવ પરિવારની નિકટતા રહી હતી.

કાર્યક્રમ દરમિયાન સામે આવેલી તસવીરોએ રાજકીય ગલીઓમાં ભારે ચર્ચા જગાવી છે. પ્રથમ લાઈનમાં સોનિયા ગાંધીની બાજુમાં જ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ બેઠેલા નજરે પડ્યા હતા. આ જ લાઈનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા બીજી કતારમાં બેઠેલા દેખાયા હતા. આ તસવીરોમાં સોનિયા ગાંધી ગઠબંધનની મુખ્ય ધૂરા સંભાળી હોય તે રીતે ઉભરી આવ્યા છે, જ્યાં સોનિયા ગાંધીની આસપાસ રાહુલ ગાંધી અને અખિલેશ ઊભા રહીને આપસમાં ચર્ચા કરતા નજરે પડે છે. આ દ્રશ્ય ઇન્ડિયા ગઠબંધનમાં સોનિયા ગાંધીની વરિષ્ઠ ભૂમિકા અને કોંગ્રેસ-સપા વચ્ચેના મજબૂત તાલમેલનો સ્પષ્ટ સંકેત આપે છે.

જાહેરાત

કોંગ્રેસે ૧૮૧ બેઠકોની માગણી રાખી છે, પરંતુ એવું લાગતું નથી કે અખિલેશ યાદવ કોંગ્રેસને આટલી મોટી સંખ્યામાં બેઠકો આપવા માટે તૈયાર થશે. બીજી તરફ ઔપચારિક બેઠક ટળવા છતાં રાહુલ ગાંધી અને અખિલેશ વચ્ચેનો સીધો સંવાદ આ વાતની સાક્ષી પૂરે છે કે બંને પક્ષોના વરિષ્ઠ નેતૃત્વ વચ્ચે પરસ્પર સમજૂતી અકબંધ છે.   ટૂંકમાં કહીએ તો, સીટ વહેંચણીની વાતો ભલે થોડી મોડી પડે, પરંતુ આ તસવીરોએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી યુપી રણસંગ્રામમાં સપા અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને મજબૂત ટક્કર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત