Video: 'હિન્દી ન આવડતું હોવા છતાં યુપી ચૂંટણી અંગે તેમની આગાહી અક્ષરશઃ સાચી પડી હતી...' રામોજી રાવને યાદ કરીને અમિત શાહે શું કર્યો મોટો ખુલાસો?

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આયોજિત ભવ્ય 'રામોજી એક્સેલન્સ એવોર્ડ્સ 2026' (Ramoji Excellence Awards 2026) સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્વર્ગસ્થ મીડિયા દિગ્ગજ રામોજી રાવ સાથેની પોતાની જૂની મુલાકાતને યાદ કરતાં તેમની અદભૂત રાજકીય સૂઝબૂઝ અને જમીની સમજણના ભરપૂર વખાણ કર્યા હતા.

હિન્દી ન જાણતા હોવા છતાં યુપીની સચોટ આગાહી કરી હતી

જાહેરાત

સમારોહને સંબોધતા અમિત શાહે એક ખાસ કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે, "જ્યારે હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રામોજી રાવજીને મળ્યો હતો, ત્યારે તેમણે મને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે ખૂબ જ ઝીણવટભર્યા પ્રશ્નો પૂછ્યા હતા." અમિત શાહે આશ્ચર્ય અને પ્રશંસા સાથે ઉમેર્યું હતું કે, "હિન્દી ભાષા ન બોલતા હોવા છતાં, ઉત્તર પ્રદેશની જમીની પરિસ્થિતિ અંગે તેમનું મૂલ્યાંકન એટલું સચોટ હતું કે ચૂંટણીના પરિણામો બરાબર તેવા જ આવ્યા જેવી તેમણે આગાહી કરી હતી."

રામોજી રાવના યોગદાનને કરાયું યાદ

કેન્દ્રીય ગૃહમંત્રીના આ નિવેદને ઉપસ્થિત મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું. રામોજી રાવની પત્રકારત્વ, સિનેમા અને સમાજ પ્રત્યેની દ્રષ્ટિની સાથે-સાથે દેશના રાજકારણ પર તેમની ઊંડી પકડનો ઉલ્લેખ કરીને અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત