Video: મધ્યપ્રદેશના ખંડવામાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે 16 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત મહાનગરપાલિકા ભવનનું લોકાર્પણ કર્યું

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ખંડવામાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે નવનિર્મિત મ્યુનિસિપલ કોર્પોરેશન ભવનનું લોકાર્પણ કર્યું હતું. અંદાજે 16 કરોડ 97 લાખ રૂપિયાના ખર્ચે આ આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાંચ માળના આ ભવનમાં 80 જેટલા રૂમ અને નાગરિકોની સુવિધા માટે 22 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. લોકાર્પણ પ્રસંગે મેયર અમૃતા યાદવ સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત